ન્યૂયોર્ક: બુધવારે ભારત (India) 8મી વાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના અસ્થાયી સભ્ય (India member of UNSC) તરીકે ચૂંટાઈ આવ્યું છે. નિર્વિરોધ ચૂંટાઈ આવ્યાં બાદ હવે ભારત 2021-2022ના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ સંસ્થાનો અસ્થાયી સભ્ય બન્યું. 193 સભ્યની સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પોતાના 75મા સત્ર માટે અધ્યક્ષ, સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યો અને આર્થિક તથા સામાજિક પરિષદના સભ્યો માટે ચૂંટણી યોજી હતી. ભારતની સાથે સાથે આયરલેન્ડ, મેક્સિકો અને નોર્વેને પણ સુરક્ષા પરિષદમાં એન્ટ્રી મળી છે. જ્યારે કેનેડાએ બહાર રહેવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ1950-51, 1967-68, 1972-73, 1977-78, 1884-85, 1991-92, અને 2011-12માં ભારત આ જવાબદારી નિભાવી ચૂક્યું છે. સુરક્ષા પરિષદમાં હાજરીથી કોઈ પણ દેશનો યુએન પ્રણાલીમાં હસ્તક્ષેપ અને દબદબાનો દાયરો વધી જાય છે. આવામાં 8 વર્ષ બાદ ભારતનું સુરક્ષા પરિષદમાં પહોંચવું ખુબ મહત્વ ધરાવે છે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube